અમૃત કૃષિના પ્રચારક આદરણીય શ્રી દિપક સચદે પ્રેરિત સેમિનાર
તારીખ : 23 અને 24 ઓક્ટોબર 2019, બુધવાર- ગુરુવાર
સમય: 23 તારીખે સવારે 9.30 કલાકે થી 24 તારીખે સાંજે 5 વાગ્યા સુધી
સ્થળઃ મોતીભાઈ ચૌધરી સભા ભવન , ગ્રામ ભારતી અમરાપુર, ગાંધીનગર-મહુડી રોડ,તા. માણસા, જિ. ગાંધીનગર -382650

અમૃતકૃષિની મૂળ વિભાવના મુજબ બિન રાસાયણિક- બિન ખર્ચાળ ખેતીપધ્ધતિઓ અપનાવી, ખેતીની જમીન સ્વસ્થ રાખી ઉપજ વધારી શકાય છે, આવી ખેતી પદ્ધતિઓ અંગે વિસ્તારથી સમજવા અને પ્રત્યક્ષ તાલીમ મેળવવા આ બે દિવસના સેમિનારનું આયોજન કયું છે.

અમે વિશ્વાસપૂર્વક એવું માનીએ છીએ કે બિન રાસાયણિક ખેતી પદ્ધતિઓ જ ખેતર, પર્યાવરણ, ખેડૂત અને સમગ્ર સમાજ જીવનમાં ખુશહાલી લાવી શકશે.
બે દિવસના સેમિનાર માં ચર્ચા ના મુખ્ય બિંદુઓ

1) અન્ન એવું પકવીએ જે તંદુરસ્ત જીવન બક્ષે
2) ખેતી પધ્ધતિઓ એવી અજમાવીએ જે પર્યાવરણ ને સમૃદ્ધ બનાવતી હોય જેમાં;

 • જમીનનું વધતું તાપમાન અટકાવે
 • પર્યાપ્ત ભેજ વડે પાક લહેરાય
 • ઉત્પાદનમાં ધરખમ વધારો
 • સ્વરોજગાર અને સ્વસ્થ જીવન આપનારી વ્યવસ્થાનું નિર્માણ
  3) ખેત પેદાશમાં પોષક અને જીવન રક્ષક તત્વોનો વધારો થાય.
  4) દેશના તમામ નાગરિકો માટે અન્ન સુરક્ષાનું નિર્માણ
  5) દરેક પાકની લણણી પછી જમીનની ગુણવત્તા માં સતત વધારો. જૈવિક કાર્બન અને ઉપલબ્ધ અવસ્થામાં તત્વો નો વધારો.
  6) શોષણ વિહીન સ્વસ્થ સમાજની રચના. ખેડૂતોનું આત્મ સન્માન તેમજ ગૌરવ વધારનાર.
  7) ખેડૂત અને તેના પરિવારમાં સ્વાવલંબન અનુભવાય, વસુધેવ કુટુંબકમ ની ભાવના દૃઢ થાય.

8) સાત્વિક આહારના લીધે જનજન ની માનસિક સ્વસ્થતા થકી ગુનાખોરી વિહીન સર્જનશીલ સમાજનું નિર્માણ .

ટૂંકમાં , સ્વસ્થ ભૂમિ + સ્વસ્થ આહાર+ સ્વસ્થ માનવ = સાત્વિક અને સર્જનશીલ સમાજનું નિર્માણ

નોંધણી માટે સમય અને માહિતી : આ સેમિનારમાં ભાગ લેવા માટે નોંધણી કરાવવી ફરજીયાત છે, નોંધણી માટે રવિવાર સિવાય
11 થી 5 વાગ્યા દરમ્યાન ફોન અથવા વોટ્સએપ થી વહેલા તે પહેલાના ધોરણે પોતાની નોંધણી કરાવી લેવાની રહેશે.ખેડૂતનું પોતાનું નામ, સરનામું, ખેતીપાકો, ખેતીની સમસ્યાઓ અગાઉથી ફોન ઉપર નોંધણી ફોર્મમાં લખાવવાની રહેશે. નોંધણી વખતે ખેતી અંગેના આપના પ્રતિભાવો ગ્રામ ભારતી પરિસર સ્થિત સૃષ્ટિ સંસ્થા અને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન(NIF)ના કોઠાસૂઝ જ્ઞાનકોષ માંથી પોસ્ટર પ્રદર્શન યોજવામાં મદદરૂપ થશે.
મિત્રો, અગાઉથી આપનું નામ નોંધાવ્યા વિના સેમિનાર સ્થળે પ્રવેશ પાસ , ભોજન પાસ અને નિવાસની સગવડ આપવામાં અસમર્થ રહીશું.
આપની નોંધણી થયે વોટ્સઅપ થી આપને વિધિવત નિમંત્રણ સંદેશ, નોંધણી ક્રમાંક સાથે મોકલવામાં આવશે, એ સંદેશ નોંધણી સમયે બતાવવાનો રહેશે.

બંને દિવસના જમવાના પાસ સેમિનારની શરૂઆતમાં નોંધણી સમયે જ સાહિત્ય સાથે આપવામાં આવશે. નોટપેડ , પેન અને કેટલુંક પ્રાથમિક સાહિત્ય પણ આપવામાં આવશે.
નોંધણી ફી રોકડમાં નોંધણી સ્થળે આપવાની રહેશે.
નોંધણી ફી : ખેડૂત ભાઈઓ માટે 500/- પાંચસો રૂપિયા,
બહેનો માટે નિઃશુલ્ક(બહેનોની ફી નો ખર્ચ ગ્રામ ભારતી ટ્રસ્ટ વહન કરશે)